Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક બુલેટની હડફેટે યુવાનનું મૃત્યુ

ખંભાળિયા નજીક બુલેટની હડફેટે યુવાનનું મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા હેમતભાઈ આલાભાઈ પિંડારિયા નામના 46 વર્ષના યુવાન ગત તા. 7 ના રોજ ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા કજૂરડા ગામના પાટીયા પાસે ઉભા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 સી. 7842 નંબરના એક બુલેટ મોટરસાયકલના ચાલકે તેમને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ બનાવ અંગે મૃતકના ભાઈ કાનાભાઈ આલાભાઈ પિંડારિયા (ઉ.વ. 47, રહે. વિંઝલપર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસો બુલેટ મોટરસાયકલના ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338, 304 (એ) તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular