Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરજામનગરના એરફોર્સમાં હાઈડ્રો મશીનના વ્હીલ ફરી વળતા યુવાનનું મોત

જામનગરના એરફોર્સમાં હાઈડ્રો મશીનના વ્હીલ ફરી વળતા યુવાનનું મોત

- Advertisement -

જામનગર શહેર નજીક આવેલા આઇએનએસ વાલસુરામાં વોચ ટાવર પાસે સિમેન્ટના થાંભલા હાઈડ્રો મશીન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે લઇ જતાં સમયે થાંભલા એકબાજુ નમી જતા શ્રમિક યુવાન ઉપરથી હાઈડ્રો મશીનના વ્હિલ ફરી વરતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક આવેલા આઈએનએસ વાલસુરામાં ચાંદબ્લોક થી આગળ પેરામીટર રોડ પર વોચ ટાવર પાસે શનિવારે બપોરના સમયે સદામ ઈબ્રાહિમ અને તેના ભાઈ અલ્ફાસ તથા હુશેન દ્વારા બપોરના સમયે જીજે-10-એડી-0719 નંબરના હાઇડ્રો મશીન દ્વારા સિમેન્ટના થાંભલા એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન થાંભલા એક બાજુ નમી જતાં અલ્ફાસ જામ એક થાંભલો પકડવા ગયો હતો. તે દરમિયાન હાઈડ્રો મશીનના ચાલકે બેદરકારીથી મશીન ચલાવતા મશીનનો આગળનો ભાગ અલ્ફાસને અડી જતાં નીચે પડી ગયો હતો. ત્યારબાદ હાઈડ્રો મશીનના આગળના વ્હીલનો જોટો તેના ઉપર ફરી વરતા માથામાં ગંભીર ઈજા પહોંચતા અલ્ફાસનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સદામ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ. એલ. ઓડેદરા તથા સ્ટાફે હાઈડ્રોના ચાલક સાહિલ હારુન વિરૂધ્ધ ગુનો નોંધી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular