Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પડખામાં દુ:ખાવો ઉપડતા વિપ્ર યુવાનનું મોત

જામનગર શહેરમાં પડખામાં દુ:ખાવો ઉપડતા વિપ્ર યુવાનનું મોત

- Advertisement -

જામનગર શહેરમાં ગુરૂદ્વારા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં રહેતાં વિપ્ર યુવાનને પડખામાં દુ:ખાવો ઉપડતા ઉલ્ટી થવાથી 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. લાલપુર તાલુકાના નવાગામમાં રહેતાં પ્રોઢને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુરૂદ્વારા સર્કલ પાસે આવેલા સેન્ટર પોઇન્ટમાં રહેતાં અને ખાનગી પેઢીમાં નોકરી કરતા પ્રિતેશકુમાર કૃષ્ણકુમાર પંડયા (ઉ.વ.30) નામના યુવાનને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે પડખાના ભાગે દુ:ખાવો ઉપડતા અને ઉલ્ટી થવાથી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ વિપ્ર યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના માતા ક્રિષ્નાબેન દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના નવાગામમાં રહેતાં ખનુભાઈ ચનાભાઈ સોલંકી (ઉ.વ.55) નામના દેવીપૂજક પ્રૌઢ બુધવારે કાનાછીકારી ગામમાં દેવીપૂજક લોકોના વિસ્તાર સામે ધૂળના ઢગલા નજીક ભંગાર ઠલવાતો હતો ત્યાં બેશુદ્ધ હાલતમાં મળી આવતા પ્રૌઢને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર વિઠ્ઠલભાઈ દ્વારા જાણ કરતા હેકો વી.સી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular