Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારગીંગણી ગામ નજીક બે બાઈક અથડાતા અકસ્માતમાં તરૂણનું મોત

ગીંગણી ગામ નજીક બે બાઈક અથડાતા અકસ્માતમાં તરૂણનું મોત

- Advertisement -

જામજોધપુરથી સીદસર તેના ગામ તરફ આવી રહેલા પિતા-પુત્રના બાઈકને ગીંગણી ગામ નજીક પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલા બાઈકે ઠોકર મારતા અકસ્માતમાં બાઈકસવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતો જયદીપભાઈ માકડિયા નામનો યુવાન નિવ માકડિયા સાથે જીજે-10-સીકયુ-4348 નંબરના બાઈક પર જામજોધપુરથી પરત સીદસર આવતો હતો તે દરમિયાન ગીંગણી ગામ નજીકના પુલ પાસેના બે રસ્તા પર પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલા જીજે-10-બીઈ-0726 નંબરના યામાહા બાઈકસવારે યુવાનના બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં નિવ માકડિયા (ઉ.વ.17) ને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ જયદીપભાઇને માકડિયાને મુંઢ ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ યામાહાનો ચાલક નાશી ગયો હતો. અકસ્માતના બનાવ અંગે રમેશ માકડિયા નામના વૃદ્ધ શિક્ષક દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી યામાહા બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular