જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા યોગેશ્વરધામમાં રહેતાં અને મજૂરી કરતા યુવાનને બે માસથી થયેલી શ્વાસની બીમારીના કારણે એકાએક શ્વાસ ઉપડતા તબિયત લથડવાથી અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં યોગેશ્ર્વરધામ વિસ્તારમાં રહેતા બાબુભાઈ વિનુભાઈ વાઘેલા નામના મજૂરી કામ કરતા યુવાનને છેલ્લાં બે માસથી શ્ર્વાસની બીમારી થઈ હતી અને ગત તા.19 ના રોજ રાત્રિના સમયે તેના ઘરે અચાનક શ્વાસ ઉપડતા તબિયત લથડવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મનુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.