જામનગર શહેરમાં પટેલ પાર્ક પાછળ આવેલા વૃૃંદાવન પાર્ક 2 માં રહેતા યુવાનની તેના ઘરે તબિયત લથડતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલિંદી સ્કૂલની બાજુમાં પટેલ પાર્ક પાછળ આવેલા વૃૃંદાવન પાર્ક 2 માં રહેતા સંજયભાઇ જમનભાઈ પાંભર (ઉ.વ.47) નામના યુવાનની તેના ઘરે એકાએક તબિયત લથડતા બેશુદ્ધ થઈ ગયા હતાં. બેશુદ્ધ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કૃપેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.આર.ડાંગર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.