જોડિયા તાલુકાના માધાપર જવાના રસ્તે આવેલા વાડી વિસ્તારમાં રાત્રિના સમયે શ્રમિક યુવાનને વીજશોક લાગતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના હોલાતલ્લાઈ ફળિયુમાં રહેતાં અને હાલ જોડિયા તાલુકાના તારાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પાનસિંહ ઉર્ફે દિનેશ મોટાભાઈ અજનાર (ઉ.વ.31) નામનો શ્રમિક યુવાન ગત તા.3 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં તારણા ગામમા ગયો હતો અને ત્યાંથી પરત વાડીએ આવ્યો ન હતો. પરંતુ માધાપર જવાના રસ્તે રાત્રિના સમયે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ કનુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ ડી શિયાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.