Monday, December 23, 2024
Homeરાજ્યહાલારઆરબલુસ ગામના વાડી વિસ્તારમાં બાઈક સ્લીપ થવાથી યુવાનનું મોત

આરબલુસ ગામના વાડી વિસ્તારમાં બાઈક સ્લીપ થવાથી યુવાનનું મોત

બે સપ્તાહ પૂર્વે રાત્રીના સમયે અકસ્માત: હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા ખેડૂત યુવાન વાડી વિસ્તારમાંથી પસાર થતા સમયે બાઈક પરથી સ્લીપ થઈ જતાં માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકના આબલસુ ગામમાં રહેતો અને ખેતી કરતાં દિવ્યરાજસિંહ રેવતુભા જાડેજા (ઉ.વ.24) નામનો યુવાન ગત તા.3 માર્ચના રોજ રાત્રીના સમયે આરબલુસ ગામની સીમમાં ભાના મારાજની વરાડી પાસેથી બાઈક પર પસાર થતો હતો તે દરમિયાન બાઈક સ્લીપ થવાથી નીચે પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરૂવારે સાંજના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વનરાજસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular