જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક ડાયવર્ઝન રોડ પરથી બુધવારે બપોરના સમયે બાઈક પર જતાં બે મિત્રોને સામેથી આવતા એકટીવા ચાલકને ઠોકર મારતા અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતો નવાઝ ઝાહીદભાઈ સોલંકી નામનો યુવાન બુધવારે બપોરના સમયે તેની જીજે-10-એન-1175 નંબરની બાઈકમાં તેના મિત્ર નિતેશ ઈશ્વરલાલ મેઠવાણીને તેના ઘરે મૂકવા જતો હતો ત્યારે ગુરૂદ્વારા ચોકડી નજીક ગોકુલ હોસ્પિટલ સામેના રોડ પર પહોંચ્યા ત્યારે સામેથી બેફીકરાઈથી આવતા જીજે-10-બીકે-6168 નંબરના એકટીવા ચાલકે નવાઝના બાઇક સાથે અથડાતા અકસ્માતમાં નવાઝને માથામાં અને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા નીતેશ અને એકટીવા ચાલક નામના બે વ્યકિતઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. બનાવની નીતેશ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે એકટીવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.