આ અંગેની વિગત મુજબ, ઓખામાં જુના પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા જવાહર રોડ ખાતે રહેતો અકબર અભુભાઈ બંદરી નામનો 19 વર્ષનો યુવાન અન્ય માછીમારો સાથે ઓખાના દરિયામાં માછીમારી કરવા ગયો હતો. ત્યારે ગત તારીખ 24 ઓગસ્ટના રોજ ઓખાના દરિયાથી આશરે દસેક નોટિકલ દૂર દરિયાઈ ચેનલમાં પહોંચતા તેઓની માછીમારી બોટ અન્ય એક શીપ સાથે અથડાઈ હતી. જેના કારણે અકબર તેમજ અન્ય માછીમારોની સાથેની આ બોટ તૂટી પડતા તેઓ દરિયામાં ખાબક્યા હતા.
આ અકસ્માતના કારણે દરિયાના પાણીમાં ડૂબી જવાથી અકબર બંદરીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા અભુભાઈ જાકુભાઈ બંદરી (ઉ. 55, રહે. જવાહર રોડ – ઓખા) એ ઓખા મરીન પોલીસને કરી છે.