આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સત્યમ કોલોની વિસ્તારમાં આવેલા હરીવલ્લભદાસ એપાર્ટમેન્ટ 2 ની સામે રહેતાં અને ડ્રાઈવિંગ કરતા વનરાજસિંહ ચંદુભા ગોહિલ (ઉ.વ.20) નામના યુવક શુક્રવારે રાત્રિના સમયે અંધાશ્રમ ફાટક પાસે આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની મહેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અકસ્માત કે આપઘાત અંગે તપાસ આરંભી હતી.
ટ્રેન હેઠળ આવી જતા યુવકનું મોત
જામનગર શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતો યુવક શુક્રવારે રાત્રિના સમયે અંધાશ્રમ ફાટક પાસેથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.


