જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં ગઇકાલે રાત્રે લીફટ રીપેર કરવા આવેલા યુવકનું લીફટ નીચે પડતાં મોત નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ ખાતે ગત્ મોડીરાત્રે નવાઝ હનીફભાઇ સોરઠીયા (ઉ.વ.21) નામનો યુવક લિફ્ટ રિપેર કરી રહ્યો હતો ત્યારે અચાનક લિફ્ટનો બોલ ખુલી જતાં લિફ્ટ નીચે પડતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ ઇજાગસ્ત નવાઝને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર રહેલાં ડોક્ટરે ઇજાગ્રસ્ત નવાઝને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા સિટી ‘એ’ ડિવિઝન પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી જઇ મૃતદેહનો કબ્જે લઇ પી.એમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram


