Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારમીઠાપુર નજીક ટ્રકની હડફેટે યુવાનનું મોત

મીઠાપુર નજીક ટ્રકની હડફેટે યુવાનનું મોત

અન્ય બે યુવાનો ઇજાગ્રસ્ત

- Advertisement -

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રવિવારે રાત્રિના સમયે એક ટ્રકની અડફેટે મોટરસાયકલ ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે મીઠાપુર નજીકના આરંભડા ગામે રહેતા મિહિરભાઈ નગીનભાઈ ચાવડા નામના 24 વર્ષના યુવાન તેમના જીજે-37-એ-1136 નંબરના મોટરસાયકલ પર અન્ય બે યુવાનો જતીન ગીરીશભાઈ ચાવડા અને ભાવેશ પ્રેમજીભાઈ ચાવડાને લઈને જઈ રહ્યા હતા. ત્યારે રવિવારે રાત્રે આશરે 08:30 વાગ્યાના સમયે નેતરના પુલ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે-37-જી-5465 નંબરના એક ટ્રકના ચાલકે મિહિરભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેને શરીરના જુદા-જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સચીન ગીરીશભાઈ અને ભાવેશ પ્રેમજીભાઈને ફ્રેકચર સહિતની નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

અકસ્માત સર્જીને આરોપી ટ્રકનો ચાલક પોતાનો ટ્રક લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દિવ્યેશભાઈ વિરજીભાઈ ચાવડાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પીએસઆઈ ડી.એન. વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular