Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારપાઈપ કાઢવા જતા વીજતારમાં અડી જવાથી રાજસ્થાનના યુવાનનું મોત

પાઈપ કાઢવા જતા વીજતારમાં અડી જવાથી રાજસ્થાનના યુવાનનું મોત

ધ્રોલમાં ધાણા ભરવા ગયા તે સમયનો બનાવ : પાઈપ કાઢવા જતા વીજશોક લાગતા કલીનર યુવાન બેશુદ્ધ : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા તપાસ : મોખાણામાં દવા શ્વાસમાં ચઢી જતા યુવાનનું મોત

- Advertisement -

ધ્રોલ ગામમાં રેલવે સ્ટેશન પાસે ધાણા ભરવા આવેલા ટ્રકમાં ઉપર ચઢીને લોખંડનો પાઈપ કાઢતા પાઈપ વીજ ઉપરથી પસાર થતા વીજતારમાં અડી જતા વીજશોક લાગતા રાજસ્થાનના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

જામનગર તાલુકાના મોખાણા ગામમાં રહેતાં યુવકને ખેતીકામ કરતા સમયે દવા શ્વાસમાં ચડી જતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ રાજસ્થાનના બારમેલ જિલ્લાના નેગરડા ગામનો વતની બીરબલખાન લખનખાન ભૈયા (ઉ.વ.24) નામનો કલીનર તેના જીજે-12-બીઝેડ-5140 નંબરનો ટ્રકમાં ધ્રોલમાં અંબાજી એગ્રો ખાતે ધાણા ભરવા આવ્યા હતાં તે દરમિયાન કલીનર બીરબલખાન ટ્રક ઉપર ચઢી લોખંડનો પાઈપ કાઢવા જતો હતો તે દરમિયાન અકસ્માતે તેના હાથમાં રહેલો પાઈપ ઉપરથી પસાર થતા વીજતારમાં અડી જતા વીજશોક લાગવાથી બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ડ્રાઈવર મહેરદિન દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના મોખાણા ગામમાં રહેતો અલ્પેશભાઈ રામજીભાઈ પાટડીયા (ઉ.વ.28) નામનો યુવાન ગત તા.18 ના રોજ ખેતરમાં ખેતીકામ કરતો હતો તે દરમિયાન દવા શ્વાસમાં ચડી જતાં બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અનિલ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular