Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોટાભાઇના કામ બાબતે ઠપકાનું લાગી આવતાં નાનાભાઇએ જીંદગી ટુંકાવી

મોટાભાઇના કામ બાબતે ઠપકાનું લાગી આવતાં નાનાભાઇએ જીંદગી ટુંકાવી

- Advertisement -

જામનગર શહેરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તારમાં રહેતાં યુવકને તેના મોટા ભાઇએ કામ કરવા બાબતે આપેલાં ઠપકાનું મનમાં લાગી આવતાં તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના લાલખાણ વિસ્તારમાં આવેલાં પ્રણામી ટાઉનશીપ-2 માં રહેતાં ભાવેશ બાબુભાઇ ગેડા (ઉ.વ.23) નામના યુવકનેતેના મોટાભાઇ સંજય ગેડા દ્વારા કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતાં ગુરૂવારે સાંજના સમયે ભાવેશે તેના ઘરે કાપડની ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ સંજય દ્વારા જાણ કરાતા હેકો.એમ.એમ.ગોગરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular