જામનગર નજીક આવેલા હાપામાં ટ્રેકટરનાં શો-રૂમમાં કામ કરતા સમયે શ્રમિકને હાઈપાવરમાં ઈલેકટ્રીક કામ કરતા સમયે વીજશોક લાગતા શ્રમિકનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપામાં આવેલા ભગીરથ ટ્રેકટર નામના ફાર્મટેક શોરૂમમાં ગત તા. 13 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં જલાલખાન મિઝારખાન બ્લોચ (ઉ.વ.21) (રહે. અખાડાચોક) નામનો યુવક હાઈપાવરમાં ઇલેકટ્રીક કામ કરતો હતો તે દરમિયાન શ્રમિકનો હાથ હાઈપાવરના તારમાં અડી જતાં વીજશોક લાગતા યુવકને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા મિઝારખાન દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે. માંધણ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.