જામનગર જિલ્લાના મોટી ખાવડી સીમ વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતો યુવાન ખાનગી કંપનીની ક્ધસ્ટ્રકશન સાઈટ પર મજૂરી કામ કરતા સમયે ત્રીજામાળેથી પટકાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતો મજુરી કામ કરતો કમલેશભાઈ મુસાભાઈ વિશ્ર્વકર્મા (ઉ.વ.27) નામનો સુથારી કામ કરતો યુવાન ગત તા.23 ના રોજ સવારના સમયે મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં ચાલતી ક્ધસ્ટ્રકશન સાઈટ પર મજૂરી કામ કરતો હતો તે દરમિયાન ત્રીજા માળે ફેબ્રીકેશન કામ કરતા સમયે નીચે પટકાતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મંગળવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સતિષભાઈ દ્વારા જાણ કરાતા હેકો એલ જી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.