લાલપુર તાલુકાના મીઠોઇ ગામના વાડી વિસ્તારમાં ખેડૂત યુવાન ઉપર ફોન કરવાની બાબતનો ખાર રાખી શખ્સે લાકડી વડે યુવાન ઉપર હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં રહેતાં નરેન્દ્રસિંહ ભીખુભા વાળા નામના યુવાન ગત તા.24 ના રોજ તેના ખેતરે હતાં ત્યારે તેમણે લક્ષ્મીબાને ફોન કર્યો હતો. જે ફોન તેના પુત્ર વિપુલસિંહ વનરાજસિંહ જાડેજા એ રિસીવ કર્યો હતો. જે બાબતનું મનદુ:ખ રાખી વિપુલસિંહએ ખેતરે જઇ નરેન્દ્રસિંહ ઉપર લાકડી વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં બનાવની જાણ થતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે વિપુલસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.