જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા ખેડૂત યુવાને કોઇ કારણસર તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતો અને ખેતી કામ કરતો હરેશભાઈ બાબુભાઈ સરવૈયા (ઉ.વ.36) નામના યુવાને ગત તા.27 ના રોજ સવારના સમયે તેના ખેતરે કોઇકારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું શુક્રવારે સાંજના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ હિરેન દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.