જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા ગામના પાટિયા નજીક રાત્રિના સમયે જામનગર તરફ આવી રહેલું બાઇક ટ્રક સાથે અથડાતા યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram
મળતી વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ, હનુમાન ચોક વિસ્તારમાં રહેતો અંકિત દિલીપભાઇ મકવાણા (ઉ.વ.18) નામનો યુવક અને તેના વિસ્તારના 20 જેટલા યુવકનો શનિવારે રાત્રિના સમયે લૈયારા નજીક યોજાયેલા ઉર્ષના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી બાઇક પર પરત ફરતા સમયે યુવકોએ બાઇકરેસ કરી હતી અને આ બાઇક રેસનો વિડિયો મોબાઇલ ફોનમાં ઉતારી રહ્યો હતો. તે દરમ્યાન અંકિત મકવાણા નામનો યુવક ખીજડિયા ગામના પાટિયા પાસે પહોંચ્યો ત્યારે રેસ દરમ્યાન ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં અંકિતને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પંચકોશી એ ડિવિઝનના હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અને લોકચાહનાને ધ્યાને લઇ ખૂબ ટૂંકાગાળામાં કલાસ-1 અધિકારીની ફરી વખત બદલી થયાની અનોખી ઘટના તબીબની દર્દીઓ પ્રત્યેની સારવારની લોકચાહના અને લોકોનો તબીબ પ્રત્યેનો લાગણી અને પ્રેમ દર્શાવે છે. ડૉકટર આનંદ જયસ્વાલનો મળતાવડો સ્વભાવ અને દર્દીની અરસકારક સારવારના કારણે જોડિયા પંથકના ગ્રામજનોમાં ભારે લોકચાહના મેળવી છે.


