પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે યોજાતા સમર્પણ દિન સંદર્ભે ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાના માર્ગદર્શન હેઠળ શુક્રવારે દરેક વોર્ડમાં પુષ્પાંજલિ અર્પણ અને માઈક્રો ડોનેટ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં શહેરના દરેક વોર્ડમાં અલગ-અલગ બુથમાં પુષ્પાંજલી અને તેમના જીવન ચરિત્ર વિશે વક્તાઓ દ્વારા વક્તવ્ય આપી, લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સાથે માઇક્રો ડોનેશન પણ કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી પીયૂષભાઈ કણજારીયા, ઈન્દ્રજીતસિહ પરમાર, માઈક્રો ડોનેટ ઇન્ચાર્જ મુકેશભાઇ કાનાણી, ભવ્યભાઈ ગોકાણી, ઉપપ્રમુખ હિમાચલભાઈ મકવાણા, જયેશભાઈ કણજારીયા, નિકુંજભાઈ વ્યાસ, અશોકભાઈ કાનાણી, નગર પાલિકા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, પાલિકા સદસ્યો શંકર મારાજ, ઈશાભાઈ ઘાવડા, કારુભાઈ માવદીયા, ભીખુભા જેઠવા, કિશોરભાઈ નકુમ, હરેશભાઈ ભટ્ટ, કોમલબેન દત્તાણી, વજુભાઈ દત્તાણી, દિલીપભાઈ દત્તાણી, કિશોરભાઈ તન્ના, હિતેન્દ્રભાઈ આચાર્ય, મોહિત પંડ્યા, આશિષ નકુમ, કિશન ગોહેલ, મનિષાબેન ત્રિવેદી, અનુ. મોરચા પ્રમુખ લખુભાઈ ચાવડા, પ્રવીણ જામજોડ, બાબુભાઈ ચાવડા, સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી.