- Advertisement -
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા મહિલા સંઘ દ્વારા શીતળા સાતમના દિને આગામી તારીખ 18 ઓગસ્ટના રોજ સુવિખ્યાત ભૂચર મોરી ખાતે તલવારબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શૌર્ય ભૂમિ કે જ્યાં આશરા-ધર્મ માટે હજારોની સંખ્યામાં લોકોએ શહીદી વ્હોરી છે, તેવી પવિત્ર ભૂમિ ભૂચર મોરી મેદાનમાં પાંચ હજારથી વધુની સંખ્યામાં યુવાનોને તલવારબાજીમાં જોડીને વિશ્વ રેકોર્ડ બની રહે તેવું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ખંભાળિયાના રાજપુત સમાજ દ્વારા અહીંની રાજપુત સમાજની વાડી ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશની ટીમના વિસુભા ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ- જામનગરના કાર્યકારી પ્રમુખ રાજભા જાડેજા (વાગુદડ), જ્યોતિસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી, મોટી સંખ્યામા યુવાનોને તલવારબાજીના આ આયોજનમાં જોડાવવા આહવાન કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ખંભાળિયાની આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગનું સફળ આયોજન ખંભાળિયા રાજપુત સમાજ પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
- Advertisement -