જામનગર જિલ્લાના ઝાખર ગામમાં આવેલા ખેતરના સેઢામાં રહેલા વિજળીના તારને ભૂલથી પકડી લેતા વીજશોક લાગવાથી બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. જામનગર શહેરના તળાવની પાળ પાસે આવેલા મંદિર નજીક હૃદયરોગનો હુમલો આવતા પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાં આવેલા ખેતરમાં ગત તા.23 ના રોજ સવારના સમયે મધ્યપ્રદેશના જાંબુઆના વતની મ્યારસીંગ ભુરસીંગ મોહનિયા (ઉ.વ.25) નામનો ખેતમજૂર યુવાન પાણી ભરવા માટે ગયો હતો. તે દરમિયાન સેઢા ઉપર રહેલા વીજળીના તારને ભુલથી પકડી લેતા વીજશોક લાગતા બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે સીક્કા સી.એેચ.સી. સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકની પત્ની સોનુબાઇ દ્વારા કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળનીક ાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં ગર્વમેન્ટ કોલોની પાછળ આવેલા તળાવની પાળે શંકર મંદિર નજીકથી જતાં સવજીભાઈ છગનભાઈ ચૌહાણ (ઉ.વ.59) નામના પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા સસારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કિશોરભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.