Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoટ્રેનમાં મુસાફરી કરતી મહિલાએ 2-AC કોચનો વીડિયો શેર કર્યો : શું તમે...

ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાએ 2-AC કોચનો વીડિયો શેર કર્યો : શું તમે ક્યારેય આ અનુભવ્યું છે…? – VIRAL VIDEO

સોશિયલ મીડિયામાં અવાર-નવાર વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ત્યારે તેમાંથી મોટાભાગના વીડિયો મુસાફરી દરમિયાનના જુદાં-જુદાં અનુભવો દર્શાવતા હોય છે. ત્યારે કેટલાંક મેટ્રોમાં લોકોના જુદાં-જુદાં અંદાજો જોવા જેવા હોય છે તો કયાંક  ટ્રેનના વિવિધ કોચમાં મુસાફરોની હરકતોના વીડિયો જોવા મળે છે ત્યારે બિહારમાં એક મહિલા મુસાફરે ટ્રેનના એસી-2 કોચમાં ટિકિટ વગરના મુસાફરોની ભીડનો વીડિયો રેકોર્ડ કર્યો જેનાથી રેલ સુરક્ષા અને વ્યવસ્થા પર સવાલો ઉભા થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ayushi Ranjan (@thebeautblogger)

- Advertisement -

લાંબા અંતરની ટ્રેનમાં આવી ઘટનાઓ બનતી જોવા મળે છે ત્યારે એક ક્ધટેન્ટ ક્રિએટરે આ અનુભવનો વીડિયો શેર કર્યો હતો. પટનાથી ટ્રેન રવાના થયાના થોડા સમય પછી રિઝર્વ્ડ એસી-2 અને એસી-3 કોચમાં ખુબ ભીડ થઈ ગઇ. ઘણાં મુસાફરોએ તેમની ટિકિટોને અવગણી દીધી ટ્રેન પટના પહોંચતાની સાથે જ જેમની પાસે ટિકિટ નહોતી તેઓ એસી-2 અને એસી-3 કોચમાં દોડી ગયા જાણે કોઇ નાસભાગ મચી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. શું મુસાફરો પોતાની સગવડતા સાચવવા હવે એસી કોચનો ઉપયોગ કરી શકે તેમ નથી…? જેવા કેટલાંય પ્રશ્નો એસી ટિકિટ ખરીદનારના મનમાં ઉદભવે છે.

- Advertisement -

ઘણી વખત ટિકિટ વગરના મુસાફરો કોચમાં પ્રવેશતા ટિકીટ ખરીદનાર મુસાફરોને અસુવિધા થઈ રહી છે. ફકત બેસવાની જ જગ્યા નહીં ભરાઈ પરંતુ મુસાફરોને પણ અસ્વસ્થતા અનુભવાય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે રેલવે તરફથી કોઇ પ્રતિસાદ મળી નથી રહ્યો તો લગભગ દરેકને કયાંકને કયાંક આવો અનુભવ જરૂર થયો હશે. ત્યારે કેટલાંક મુસાફરોએ ટિકિટ ચેકિંગ, સુરક્ષા અને સ્વચ્છતા મુદ્દાઓ પર કડક પગલાં લેવાની જરૂર છે તેમ પણ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફો ઈન્સ્ટાગ્રામ પર thebeautblogger પરથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular