જામનગર તાલુકાના ધુડસિયા ગામમાં રહેતા પ્રૌઢાએ એક વર્ષથી થયેલી પગની બિમારીની સારવાર ચાલુ હોવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી જીંદગીથી કંટાળી છતના હૂંકમાં દોરી વડે ગળે ફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ધુડસિયા ગામમાં રહેતા અને ઘરકામ કરતા જશવંતીબેન બાબુભાઇ રાઠોડ (ઉ.વ.55) નામના પ્રૌઢાને છેલ્લા એક વર્ષથી પગની બિમારી થઇ હતી અને આ બિમારીની સારવાર કરાવા છતાં તબીયતમાં સુધારો થતો ન હતો. તેના કારણે બિમારીથી કંટાળી સોમવારે સવારના સમયે તેના ઘરે બાથરૂમની બાજુમાં આવેલા છતના હૂંકમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢાને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર કમલેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો.ડી.એ.રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ.માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.