Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરની મહિલાએ ફૂટબોલમાં નવો ઇતિહાસ રચ્યો

જામનગરની મહિલાએ ફૂટબોલમાં નવો ઇતિહાસ રચ્યો

ફિફાના વર્કશોપમાં ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર મહિલા ફૂટબોલ કોચ તરીકે જામનગરની દીકરી ફેલસીના મિરાન્ડાએ મેળવ્યું સ્થાન

ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાયો છે. મહિલા ફૂટબોલ ક્ષેત્રમાં જામનગરની યુવા પ્રતિભા ફેલસીના મિરાન્ડા એ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ફેલસીનાની પસંદગી FIFA Coach Capacity Building Workshop માટે કરવામાં આવી છે, જેનો કાર્યક્રમ A.I.F.F. National Center of Excellence, કોલકાતા ખાતે તા. 13 થી 15 ઓક્ટોબર દરમિયાન યોજાયો હતો.

- Advertisement -

આ વર્કશોપમાં સમગ્ર ભારતમાંથી માત્ર ટોચના મહિલા અનેક કોચને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં ફેલસીના મિરાન્ડા સૌથી યુવા ભાગ લેનાર અને ગુજરાત રાજ્યમાંથી પસંદ થનાર એકમાત્ર મહિલા કોચ રહી હતી,જે ખરેખર ગૌરવની બાબત છે.

ફેલસીના મિરાન્ડાએ પોતાના સમર્પણ, મહેનત અને ફૂટબોલ પ્રત્યેના જુસ્સા દ્વારા ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ફેલસીના હાલ ફ્રેડરિક્સ ફૂટબોલ એકેડમી, જામનગર હેઠળ તાલીમ આપી કોચની જવાબદારી નિષ્ઠાપુર્વક બજાવી રહ્યા છે. આ એકેડમીના માર્ગદર્શન અને સહયોગથી ફેલસીનાએ ફિફાના આ વર્કશોપમાં ભાગ લઈ ગુજરાતની મહિલા ફૂટબોલ ક્ષેત્રે નવી દિશા આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

- Advertisement -

જામનગરથી કોલકાતા સુધીનો આ ગૌરવમય સફર ફેલસીના મિરાન્ડા માટે એક નવી શરૂઆત છે. એકેડમીના સંચાલકો અને કોચએ ફેલસીનાને શુભેચ્છા પાઠવી હતી તથા ભાવિ સમયમાં વધુ ઉચ્ચ શિખરો સર કરવા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

ફેલસીના મિરાન્ડાની આ સિદ્ધિ માત્ર જામનગર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે. મહિલા ફૂટબોલમાં ગુજરાતની પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે છે તેવા ઉદાહરણરૂપ બની ફેલસીનાએ નવો ઇતિહાસ રચ્યો છે.

- Advertisement -

ગુજરાતની ફેલસીના મિરાન્ડા ફિફા કોચ વર્કશોપ સુધી પહોંચનારી રાજ્યની પ્રથમ અને સૌથી યુવા કોચ! આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે પ્રતિભા અને જુસ્સો હોય તો તકની કોઈ મર્યાદા નથી. ફેલસીનાની સફર રાજ્યની અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular