Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે ક્રેટા અને વેગન-આર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

ખંભાળિયા પાસે ક્રેટા અને વેગન-આર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

રોંગસાઈડમાં આવી રહેલી ક્રેટા વેગનઆર સાથે ધડાકાભેર અથડાઈ : ગમખ્વાર અકસ્માતમાં વેગનઆરના ચાલકની પત્નીનું મૃત્યુ : વેગનઆર ધીમી પાડવા છતાં ક્રેટા કાર અથડાતા અકસ્માત: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર મંગળવારે રોંગ સાઈડમાં આવી રહેલી ક્રેટા કારના ચાલકે આ માર્ગ પર વેગન-આર મોટરકારમાં જતા એક વિપ્ર પરિવાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો ઘવાયા હતા.

- Advertisement -

આ કરૂણ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં રહેતા ભાવેશભાઈ ગિરીશચંદ્રભાઈ યાજ્ઞિક નામના 53 વર્ષીય બ્રાહ્મણ પ્રૌઢ તેમના પત્ની, તેમજ પુત્ર અને પુત્રી સાથે તેમની જી.જે. 01 એચ.એસ. 0524 નંબરની વેગન-આર મોટરકારમાં બેસીને મીઠાપુર તરફથી આવી રહ્યા હતા. તે દરમિયાન ખંભાળિયાથી આશરે 26 કિલોમીટર દૂર હંજડાપર ગામના પાટીયા નજીક પહોંચતા આ માર્ગ પર જામનગર તરફથી જી.જે. 18 ઈ.સી. 6467 નંબરની ક્રેટા મોટરકારનો ાા રોં સાઈડમાં આવી રહ્યો હતો. ત્યારે સામેથી વેગન-આર મોટરકારના ચાલક ભાવેશભાઈ યાજ્ઞિકે તેમની કારની સામે આવી રહેલા ક્રેટા કારના ચાલક સામે હોર્ન વગાડી અને પોતાની કાર ધીમી કરી નાખી હતી. તેમ છતાં પણ ક્રેટા કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી, વેગન-આર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માત બનતા વેગન-આર કારની આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો. આ જીવલેણ ટક્કરમાં કારચાલક ભાવેશભાઈના પત્નીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારચાલક ભાવેશભાઈને બંને પગ તેમજ બંને હાથમાં ફ્રેક્ચર તેમજ તેમની પુત્રી અને પુત્રને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે.

- Advertisement -

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે ભાવેશભાઈ યાજ્ઞિકની ફરિયાદ પરથી ક્રેટા કારના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular