દ્વારકા તાલુકા માં કોરોના ના કેસમાં અચાનક વધારો થતાં આજે દ્વારકા તાલુકા ના ઓખા, સુરજ કરાડી,વરવાળા,દ્વારકાના વેપારી આગેવાનો સાથે આજે દ્વારકા પ્રાંત અધિકારી તથા પોલીસ અધિકારી સાથે એક મિટિંગ બોલાવવામાં આવી હતી.જેમાં તમામ ચર્ચા ને અંતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે તા.૧૦ થી તા. ૧૬ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોક ડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો છે.જોક કે નાની લારી ગલ્લા અને નાસ્તા ની દુકાનોને સાંજે છ વાગ્યા થી રાત્રિના નવ વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટછાટ આપવામાં આવી છે.સાથે આ નાની લારી ગલ્લા અને નાસ્તા ની દુકાનો ઉપર વધુ ભીડ જામે નહિ તેમજ સોશ્યલ ડિસ્ટન્સ નો નિયમ અનુસાર વેપાર ધંધા કરવાની પણ ટકોર દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી છે.તેમ છતાં જો કોઈ વેપારી નિયમ નો ભંગ કરશે તો પોલીસ દ્વારા તેમના ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી શકે છે.