Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાના વધી રહેલા કેસોના લીધે ભારત ફરી બન્યો દુનિયાનો ચોથો સંક્રમિત દેશ

કોરોનાના વધી રહેલા કેસોના લીધે ભારત ફરી બન્યો દુનિયાનો ચોથો સંક્રમિત દેશ

એક સપ્તાહ પહેલા દેશ ટોપ-10ની યાદી માંથી પણ બહાર હતો

- Advertisement -

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં બુધવારે કોરોનાથી 16 હજાર 41 લોકો સંક્રમિત મળ્યા. ગઈકાલના રોજ 11 હજાર 130 લોકોની રિકવરી થઈ. 24 કલાક દરમિયાન 128 દર્દીઓના મોત થયા છે.  કોરોનાથી અત્યાર સુધીમાં 1.10 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 1.07 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 1 લાખ 56 હજાર 729 દર્દીઓને આ વાયરસથી જીવ ગુમાવવો પડ્યો છે. 1 લાખ 48 હજાર 705 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

- Advertisement -

દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ગઈકાલના રોજ અહિયાં 8807 કેસ સામે આવ્યા હતા. દરરોજ મળી રહેલા દર્દીઓની બાબતે ભારત એક વખત ફરીથી દુનિયાનો ચોથો સૌથી વધુ સંક્રમિત દેશ બની ગયો છે. એક સપ્તાહ પહેલાં આ મામલે ભારત ટોપ-10 દેશોની યાદીમાથી પણ બહાર થઈ ગયું હતું, પરંતુ નવા કેસમાં ઝડપી વધારો થવાથી હવે તે ચોથા નંબર પર પહોંચી ગયું છે. દેશમાં હાલ દરરોજ 13000થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.

દુનિયામાં સૌથી વધુ સંક્રમિત દેશમાં પ્રથમ ક્રમે અમેરિકા આવે છે. જ્યાં દરરોજ 70,000થી નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારબાદ  બ્રાઝીલ છે જ્યાં રોજે 60,000 જેટલા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ફ્રાંસમાં રોજ 20,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ચોથા ક્રમે ભારત છે. દેશમાં રોજે 13000થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. એક સપ્તાહ પહેલા દેશમાં કોરોનાના કેસ ઘણા ઓછા થઇ ગયા હતા. જયારે ફરી એક વખત વધારો થતો જોવા મળી રહ્યો છે.

- Advertisement -

મહારાષ્ટ્રના વાસીમ જીલ્લામાં એક બોયઝ હોસ્ટેલમાં રહેતા 327 વિદ્યાર્થીઓ પૈકી 229ને કોરોના થયો છે. હવે સમગ્ર હોસ્ટેલને ક્વોરન્ટીન સેન્ટર કરવામાં આવ્યું છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા દર્દીઓની સંખ્યા 1 કરોડ 10 લાખ 46 હજાર પર પહોંચી ગઈ છે. તેમાંથી 1 કરોડ 7 લાખ 36 હજાર લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 48 હજાર 691 દર્દી સારવાર હેઠળ છે, 1 લાખ 56 હજાર 742 દર્દી મૃત્યુ પામ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular