જામનગરમાં આગામી તા. 1 મે ના રોજ ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી થશે. તેના ભાગરૂપે જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં એસ. ઓ. જી. વિભાગના સહયોગથી ‘વ્યસન મુક્તિ સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મમાં એસ. ઓ. જી. ની ટીમ દ્વારા લોકોને વ્યસનમુક્તિ અભિયાન વિષે અવગત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સંસ્થાના એનેટોમી (શરીરરચના) વિભાગના વડા ડો. મિત્તલ પટેલ, બાળરોગ વિભાગના વડા ડો. ભદ્રેશ વ્યાસ, બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડો. મૌલિક શાહ અને માનસિક વિભાગની એ. ટી. એફ. ટીમ દ્વારા ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના ડીન ડો. નંદિની દેસાઈ, અધિક ડીન એસ. એસ. ચેટરજી, સંસ્થાના પ્રાધ્યાપકઓ, ડેન્ટલ, નર્સિંગ અને ફીઝીયોથેરેપી કોલેજના 450 જેટલા વિધાર્થીઓ તેમજ અન્ય સ્ટાફ ગણ ઉપસ્થિત રહયા હતા.