સમગ્ર ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને પરિણામે કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેમાં જામનગરમાં પણ અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે.જીલ્લા જેલમાં પણ કોરોના પહોચતા જેલમાં રહેલા કેદીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેને ધ્યાને લઇ જીલ્લા જેલ ખાતે તંત્ર દ્વારા કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.
જામનગર જિલ્લા જેલ વિભાગ દ્વારા 564 જેટલા પુરૂષ કેદી અને 19 મહિલા કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 14 પુરૂષ કેદીઓ અને 2 મહિલા કેદીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ કોરોના પોઝીટીવને જી.જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં અને હાલ તમામની તબિયત સારી હોવાનું ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ એન.કે. ઝાલા દ્વારા જણાવાયું હતું.
જેલમાં કોરોના પોઝિટિવ કેસના પગલે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ તેમજ જેલ વિભાગ દ્વારા બાકી રહેતા કેદીઓને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ અને સેકન્ડ ડોઝ તેમજ બુસ્ટર ડોઝ આપવાની કામગીરી હાથ ધરાઈ હતી.