Tuesday, December 16, 2025
Homeરાજ્યહાલારઓખા મરીન પોલીસ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને અનોખી...

ઓખા મરીન પોલીસ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને અનોખી પહેલ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતીશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. તેમાં ઓખા મરીન પોલીસે પરીક્ષાને ધ્યાનમાં રાખીને બેટ દ્વારકાથી ઓખા પહોંચવા માટે અનોખી પહેલ કરી છે.

- Advertisement -

વિદ્યાર્થીઓ પરીક્ષા માટે મોડા ન પડે તે માટે તથા કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ.એસ.આઈ. દેવ વાંઝા તથા બેટ પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક કરી ઓખા મરીન પોલીસની સરકારી બોટની વ્યવસ્થા કરી આપી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular