Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયામાં પણ બે દિવસની બેંક હડતાલથી વેપારીઓ હાલાકીમાં મુકાયા

ખંભાળિયામાં પણ બે દિવસની બેંક હડતાલથી વેપારીઓ હાલાકીમાં મુકાયા

કરોડો રૂપિયાનું ક્લિયરિંગ ઠપ્પ થયું

 કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિ તથા કર્મચારીઓ વિરુદ્ધની મનાતી નીતિ-રીતીના વિરોધમાં ગઈકાલથી સમગ્ર દેશ સાથે ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં સજ્જડ હડતાલ પાડવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સ્ટેટ બેન્ક, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, સહિતની જુદી-જુદી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ ગઈકાલે સોમવાર તથા આજરોજ મંગળવારે પણ હડતાલમાં જોડાયા છે. આ બેંકોના કર્મચારીઓ હડતાલ પર જતા ખાસ કરીને માર્ચ એન્ડિંગ હોવાથી ખાસ કરીને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બે દિવસ દરમિયાન કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન તથા ચેકોના ક્લિયરિંગ ઠપ્પ થઈ જતા આમ જનતાએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શનિ-રવિવારની જાહેર રજા બાદ ગઈકાલે સોમવારે તથા આજરોજ મંગળવારે બે દિવસની હડતાલ સહિત સતત ચાર દિવસ સુધી બેંક કામગીરી અટકી જતા લોકોને ભારે મુશ્કેલી સાથે આવતીકાલે બુધવારે બેંક ખુલતામાં પણ બેંકના ગ્રાહકો તથા કર્મચારીઓને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડશે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular