Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે ટ્રકે સાયકલસવારને ઠોકરે ચડાવ્યો

જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે ટ્રકે સાયકલસવારને ઠોકરે ચડાવ્યો

શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી : હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં મજૂરી કામ કરતાં શ્રમિક યુવાનના પિતા સાયકલ લઇને ખંભાળિયા બાયપાસ પાસેથી પસાર થતાં હતાં તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે સાયકલસવારને ઠોકર મારી હડફેટ લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ મુળ રાજસ્થાનના અને હાલ રાજકોટમાં મેટોડા જીઆઇડીસીમાં મજૂરીકામ કરતાં સુરેશ યાદવના પિતા રમણલાલ યાદવ નામના પ્રૌઢ રવિવારે રાત્રીના મધ્યરાત્રીના સમયે તેની સાયકલ પર ખંભાળિયા બાયપાસ પાસેથી પસાર થતાં હતાં તે દરમિયાન પાછળથી પૂરઝડપે બેફિકરાઇથી આવી રહેલા જીજે-03-બીવી-9651 નંબરના ટ્રક ચાલકે સાયકલસવાર પ્રૌઢને ઠોકર મારી, હડફેટ લઇ પછાડી દીધા હતાં. અકસ્માતમાં પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સોમવારે બપોરે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફે મૃતકના પુત્ર સુરેશના નિવેદનના આધારે ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular