ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માતમાં 18 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 22 થી વધુ લોકો ઘાયલ થયા. NH-28 નેશનલ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો જ્યારે એક પૂરપાટ ટ્રકે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ડબલ ડેકર બસને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.બસમાં ખામી સર્જાતા રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવી હતી અને અચાનક ટ્રકે ડબલ ડેકર બસને ઠોકર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી. એમાં 150 મુસાફર સવાર હતા. એક બસ રસ્તામાં બગડતા તેના મુસાફરો આ બસમાં આવી ગયા હતા અને બસની એક્સેલ તૂટી જતા ડ્રાઇવરે લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદી પુલ પર બસ ઊભી રાખી દીધી હતી. આ પછી મુસાફરો બસની નીચે ઉતરીને રસ્તાની આસપાસ સુતા હતા.એ દરમિયાન એક ટ્રકે બસને ઠોકર મારતા ગંભીર અસ્ક્માત સર્જાયો હતો. અને 11 જેટલા લોકોના ઘટના સ્થળે તેમજ અન્ય લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ અંબાલાથી બિહાર તરફ જઇ રહી હતી. આ બસમાં આશરે 150 મુસાફરો હતા. અકસ્માત થયો ત્યારે ભારે વરસાદ વરસી રહ્યો હતો.