મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં મજુરો લઇને જઈ રહેલી ટ્રકે પલ્ટી મારતા અકસ્માત સર્જાયો છે. જેમાં 15મજુરોના મૃત્યુ નીપજ્યા છે. અને 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અ ટ્રકમાં 21 મજુરો હતા.
મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લાના યાવલ તાલુકાના કિંગાવ પાસે એક મજુરો ભરેલી ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જયારે ગઈકાલના રોજ આંધ્રપ્રદેશના કુનુર્લ જીલ્લામાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. અને મોડી રાત્રે ફરી દુર્ઘટના સર્જાઈ હતી. મળી રહેલી વિગતો મુજબ રાત્રીના એક વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. પપૈયા ભરેલી ટ્રકમાં 21 મજુરો પણ હતા. આ મજુરો લઈ જઈ રહેલી ટ્રકમાં મહિલાઓ અને બાળકો સામેલ હોવાનું પણ જાણવા મળ્યું છે. ટ્રકને વળાંક વાળતી વખતે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. અને આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.જલગાંવ પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રક રાવેર જઈ રહ્યો હતો અને તમામ મજુરો રાવેરના રહેવાસી હતી.
આ ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મહારાષ્ટ્રના જલગાંવમાં ગંભીર ટ્રક અકસ્માત, શોકગ્રસ્ત પરિવારને મારી સંવેદના, ઘવાયેલા વહેલી તકે સ્વસ્થ થાય.