Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસમર્પણ સર્કલ નજીક માથાના દુ:ખાવા સમાન બનતો ટ્રાફિકજામ

સમર્પણ સર્કલ નજીક માથાના દુ:ખાવા સમાન બનતો ટ્રાફિકજામ

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા અવિરત રહી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાયમી રહેલી આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે કોઇપણ પ્રકારનું લાંબા ગાળાનું આયોજન હજુ સુધી કરવામાં આવ્યું નથી. વર્ષોની રહેલી સમસ્યાના નિરાકરણને બદલે શહેરમાં જુદા જુદા પોઇન્ટ પર નવી ટ્રાફિક સમસ્યાઓ વકરતી જાય છે.

- Advertisement -

છેલ્લાં એક દાયકા કરતાં વધુ સમયથી તંત્ર શહેરની મુખ્ય સમસ્યાના ઉકેલમાં ઉણુ ઉતર્યુ છે. જ્યારે જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ વાહનો અને શહેરના વિસ્તારો વધતાં જાય છે. તેની સામે શહેરનો ટ્રાફિક પણ સતત વધી રહ્યો છે. ત્યારે આ બન્ને તંત્ર દ્વારા લાંબા ગાળાનું આયોજન કરી ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટેના આયોજનો કરવા જોઈએ પરંતુ જામનગર શહેરની પરિસ્થિતિ તદન વિપરીત છે. અહીં સમસ્યા ઓછી થવાને બદલે વધતી જાય છે. હાલમાં જ જામનગર-ખંભાળિયા માર્ગ પર સમર્પણ સર્કલ નજીક છેલ્લાં ઘણાં સમયથી ટ્રાફિક જામની સમસ્યા શરૂ થઈ છે. જેમાં સવારના સમયે અને સાંજના સમયે ટ્રાફિક જામ થઈ જાય છે.

- Advertisement -

આ બન્ને સમયે વાહન વ્યવહાર રૂટિન કરતાં અનેકગણો વધુ હોય છે. પરંતુ, પોઇન્ટ પર રહેલા પોલીસકર્મીઓએ સતર્કતા દાખવે તો ટ્રાફિકજામની સમસ્યા હળવી બની શકે છે. પરંતુ, અપૂરતા પોલીસકર્મચારીઓના કારણે સમસ્યા વધુ વકરતી જાય છે. આજે સવારે બંદર રોડ પરથી એક સાથે અનેક ભારે વાહનો સમર્પણ સર્કલ પાસેથી પસાર થતા અને આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, આ સમયે પોઇન્ટ પર પોલીસકર્મીઓની ગેરહાજરીના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. દરેક રોડ પરથી આવતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. નોકરી કે ધંધાના સ્થળે જતાં લોકો ટ્રાફિકજામમાં ફસાઈ જતાં પરેશાન થઈ ગયા હતાં. આજ સમયે એરપોર્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મીનું વાહન પસાર થતા તેમણે આ ટ્રાફિકજામ પૂર્વવ્રત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ નિરાકરણ ક્ષણિક હતું. પોલીસ અને વહીવટી તંત્રએ સમર્પણ સર્કલ પર નવી વકરતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે લાંબાગાળાનું આયોજન ફરજિયાત બની ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular