જામનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા જામનગર શહેરમાં પાંચ દિવસ ટ્રાફિક ડ્રાઇવ યોજાનાર છે. જામનગર પોલીસ દ્વારા તા. 21થી રપ માર્ચ સુધી જામનગર શહેરના મુખ્યમાર્ગો પરના દબાણો તથા નાગરિકો દ્વારા કરવામાં આવતાં ગેરકાયદેસર વાહન પાર્કિંગ દૂર કરવા અંગેની ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે કોઇ નાગરિક મુખ્યમાર્ગોની આજુબાજુ ગેરકાયદેસર રીતે આડેધડ પોતાના વાહનો પાર્ક કરશે તો આ ડ્રાઇવ દરમ્યાન આ તમામ વાહનો પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવશે તેમ જામનગર પોલીસની યાદી જણાવે છે.