Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકા અને 3 નગરપાલિકાઓને કુલ 5.60 કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે...

મહાનગરપાલિકા અને 3 નગરપાલિકાઓને કુલ 5.60 કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે અપાશે

ભાવનગર મહાનગર તેમજ નડિયાદના કુલ 1રર જેટલા વિવિધ કામોનો 3908 લોકોને મળશે લાભ : કાલાવાડ અને હળવદ નગરોમાં કુલ 4પ18 ઘરોને મુખ્ય ગટર લાઇન સાથે જોડવામાં આવશે

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો-નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવાડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ રૂ. પાંચ કરોડ 60 લાખ ર1 હજાર 914 ની રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શહેરી વિકાસ વિભાગે આ કામોની દરખાસ્તો રજુ કરી હતી તેને તેમણે અનુમોદન આપ્યું છે.

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટક અન્વયે પ6 કામો માટે 1 કરોડ 64 લાખ 06 હજાર રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નડિયાદ નગરના 971 જેટલા પરિવારોને આ કામોથી વધુ સુવિધા મળતી થશે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભાવનગર મહાનગરપાલિકાને પણ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે 66 જેટલા કામો માટે 1 કરોડ 83 લાખ 94 હજાર રૂપિયા ફાળવવા પણ અનુમોદન આપ્યું છે. આ કામોનો ભાવનગર મહાનગરમાં ર937 પરિવારોને લાભ મળશે.

મુખ્યમંત્રીએ રાજ્યની અન્ય બે નગરપાલિકાઓ કાલાવાડ અને હળવદમાં કુલ 4પ18 ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવાના કામો માટે કુલ ર કરોડ 1ર લાખ 19 હજાર રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદ્દઅનુસાર, કાલાવાડ નગરપાલિકા વિસ્તારના 4ર37 ઘર જોડાણો રૂ. 1.97 કરોડના ખર્ચે તેમજ હળવદ નગરપાલિકા વિસ્તારના ર81 ઘર જોડાણો માટે રૂ. 14.87 લાખનો ખર્ચ થશે.

- Advertisement -

આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોસાયટીઓના આંતરિક રસ્તા, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટલાઇટ અને ગટર જેવા કામો માટે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં થતા કુલ ખર્ચ પેટે 70 ટકા રાજ્ય સરકારનો ફાળો તેમજ 10 ટકા સ્થાનિક સંસ્થાનો તથા ર0 ટકા ફાળો સંબંધિત સોસાયટી દ્વારા આપવામાં આવે છે.
જે ઘરો ડ્રેનેજ લાઇન સાથે જોડાયેલા ન હોય તેવા ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવા માટે ઘર દીઠ 7 હજાર રૂપિયાની મર્યાદામાં સહાય પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ર0ર4 સુધી લંબાવીને આ વર્ષના બજેટમાં યોજના માટે રૂ. 8086 કરોડની જોગવાઇ કરેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular