જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાંચ શાળાઓ, પાંચ ટયુશન કલાસીસ, સાત હોસ્પિટલ તથા ત્રણ હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં કુલ 169 મિલકતો જામ્યુકો દ્વારા સીલ કરવામાં આવી છે.
રાજકોટની દુર્ઘટના બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શાળા-કોલેજો, હોટલ-રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યુ છે. જેમાં વધુ 20 મિલકતો સીલ કરી છે. આ મિલકતોમાં સત્યમ કોલોની મેઈન રોડ પર રેઈનબો પ્રિ સ્કૂલ, મેહુલનગર 80 ફુટ રોડ પર લીટલસ્ટાર પ્રિસ્કૂલ, સમર્પણ સર્કલ પાસે હમ્ટી-ડમ્પટી પ્રિ-સ્કૂલ, ગ્રીનસિટીમાં શિક્ષા પ્રિસ્કૂલ, શેઠફળીમાં ભેડા કલાસીસ, શ્રધ્ધા હોસ્પિટલ, અવધ હોસ્પિટલ, જાનકી હોસ્પિટલ, ડો. પુનાતર હોસ્પિટલ, ગોકુલનગર પી એચ સોઢા કલાસીસ, ગોકુલનગરમાં જ્ઞાનમંદિર કલાસીસ, આલમા એકેડમી, શિવ કોમ્પ્યુટર સેન્ટર, ગોવર્ધન ગ્રીન્સમાં હેલ્લો બચપન પ્રિ સ્કૂલ સીલ કરવામાં આવી છે. તેમજ 65 દિ.પ્લોટમાં દોડિયા હોસ્પિટલ, જોલી બંગલા સામે આયુષ હોસ્પિટલ તથા સુમેર કલબ રોડ પર વિકલ્પ હોસ્પિટલ પાર્ટલી સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાકાળી સર્કલ પાસે દેશી ભાણુ, હરિયા કોલેજ રોડ પર ધી ટેસ્ટ ટાઉન અને ઢોસા હાઉસ સીલ કરવામાં આવ્યા છે તા.4 જૂનના બપોર સુધીમાં કુલ 65 શાળાઓ, 50 કલાસીસ, 32 હોટલ રેસ્ટોરન્ટ તેમજ 22 હોસ્પિટલ (પાર્ટલી) સહિત કુલ 169 મિલકતો સીલ કરવામાં આવી છે.