Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આદિત્ય દોશી એ કો-પ્રોડ્યુસ કરેલ થ્રિલર વેબ સિરીઝ ‘મત્સ્ય વેધ’ શેમારૂ...

જામનગરના આદિત્ય દોશી એ કો-પ્રોડ્યુસ કરેલ થ્રિલર વેબ સિરીઝ ‘મત્સ્ય વેધ’ શેમારૂ ઉપર

- Advertisement -

લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી ની ઉપર તાજેતરમાં જ રિલીઝ થયેલી થ્રીલર વેબ સીરીઝ ‘મત્સ્ય વેધ’ને જામનગરના જાણીતા ઉદ્યોગપતિ વિરેન્દ્રભાઈ દોશીના પુત્ર આદિત્ય દોશીએ કોપ્રોડ્યુસ કરેલ હોઈ જામનગર માટે ગૌરવની વાત છે.

- Advertisement -

અત્યાર સુધી દર્શકોને હાસ્ય સાથે સામાજિક સંદેશા પહોંચાડનાર શેમારૂમી પર ‘મત્સ્ય વેધ’ નામની ગુજરાતી મનોવૈજ્ઞાનિક વેબસિરીઝ સસ્પેન્સ, ડ્રામા, થ્રિલર તરીકે સ્ટ્રીમ થવાની છે, જે દર્શકોને સત્ય, અસત્ય, નૈતિક્તા વિશે નવેસરથી વિચારવા મજબૂર કરી દેશે.

પાંચ એપિસોડની આ વેબસિરીઝ ગુજરાતી મનોરંજન ક્ષેત્રે આ પ્રકારના સબજેક્ટની આ પહેલી ડ્રામા સસ્પેન્સ-થ્રિલર વેબસિરીઝ છે. તેના દ્વારા આરજે અને ગુજરાતી તખતા ક્ષેત્રે જાણીતી અભિનેત્રી દેવકી પહેલીવાર ઓન સ્ક્રીન ડેબ્યુ કરી રહી છે. તો તેમની સાથે ટેલિવિઝનના જાણીતા એક્ટર માનવ ગોહિલ જોવા મળશે. બંકાઈ ફિલ્મ્સની આ વેબસિરીઝ ‘થઈ જશે’ અને ‘હવે થશે બાપ રે’ જેવી હિટ ફિલ્મો આપી ચૂકેલા નિરવ બારોટે ક્રિયેટ અને ડિરેક્ટ કરી છે, જ્યારે પ્રિયંકા બ્રહ્મભટ્ટ આ વેબસિરીઝના પ્રોડ્યુસર છે અને આદિત્ય દોશી કો-પ્રોડ્યુસર તરીકે સાથ આપી રહ્યા છે.

- Advertisement -

આમાં લોકપ્રિય આર.જે.દેવકી સાઈકોલોજીકલ થેરાપિસ્ટ ડો. શાસ્વતના રૂપમાં અને માનવ ગોહિલ પાર્થ નામના સોશિયલી ઓક્વર્ડ પેશન્ટનાં પાત્રમાં જોવા મળશે. ડો. શાસ્વત પોતાનાં ઘરે જ એક પેશન્ટ પાર્થને મળે છે. પાર્થને એક પરફેક્ટ મર્ડર કરવું છે. આ વાત તે ડો. શાસ્વત સાથે શેર કરે છે. આ માટે પાર્થ ડો. શાસ્વત પાસે મદદ માગે છે. પાર્થ માને છે કે, જેમ અર્જુનને કુરક્ષેત્રનાં મેદાનમાં કૃષ્ણનાં માર્ગદર્શનની જરૂર પડી હતી એમ તેને ડો. શાસ્વત.ની મદદની જરૂર છે. આ વાતચીતમાં ડો. શાસ્વતનાં કેટલાંક છુપાયેલાં રહસ્ય બહાર આવે છે. પાર્થ અને ડો.શાસ્વતના શબ્દોના એન્કાઉન્ટરમાં પાર્થનાં જીવનની કેટલીક ડાર્ક સાઇડનો પણ ખુલાસો થાય છે. એક જ ઘરમાં, એક જ રૂમમાં બે વ્યક્તિ છે, જેમાંથી એકને પરફેક્ટ મર્ડર કરવું છે, હવે આ બન્નેમાંથી કોણ જીતશે, કોણ બચશે કોણ કોને મારશે, આ એક મિસ્ટ્રી છે. આ સવાલોના જવાબ મેળવવા માટે ‘મત્સ્ય વેધ’ જોવી પડશે.

જામનગરના આદિત્ય દોશીને સાહિત્ય, કલા અને ભવન્સ સંસ્થાના કારણે વિદ્યાનો અમૂલ્ય વારસો તેમના પિતા વિરેન્દ્રભાઈ અને અને દાદા ભાનુભાઈ પાસેથી મળ્યો છે. ફિલ્મ પ્રોડયુસ કરવાની તાલીમ જાણીતા ફિલ્મ પ્રોડયુસર સુભાષ ઘાઈના ઈન્સ્ટિટયૂટમાંથી મેળવી અને ત્યાંજ રિલાયન્સ જિયો પ્રેરિત વર્ચ્યુઅલ રિયાલિટી લેબમાં ઉતરપ્રદેશ સરકારના ‘360 ડિગ્રી કુંભમેલા’ અને ‘મુંબઈ મેટ્રો’ ઉપર પ્રોજેક્ટ કર્યા, જે નવા પાર્લામેન્ટ ભવનમાં કાયમી ડિસ્પ્લેમાં મુકાશે. એટલું જ નહીં, આ સંસ્થામાં નવા કોર્સ ડિઝાઈન કરી ત્યાં જ ફેકલ્ટી તરીકે સેવા પણ આપી.

- Advertisement -

‘મત્સ્ય વેધ’ અંગે બોલતા પ્રોડયુસર આદિત્ય દોશી એ જણાવ્યું હતું કે અમે લોકોએ કોવિડના ત્રીજા વેવ દરમિયાન આ સિરીઝ બનાવી હતી. લોકોને શ્રેષ્ઠ રીતે વિચારતા કરી મૂકે એ માટે અમે આ સિરીઝનો વિચાર અમૂલમાં મૂક્યો હતો. ગુજરાતી વેબ સિરીઝ માટે નવીન જ કહી શકાય તેવી ફિલ્મ પ્રોડક્શનની અનેક નવી સિસ્ટમનો જેવી કે ઓન ફ્લોર લાઇવ એડીટીંગ, ફોર કેમાં શૂટિંગ અને સિન્ક સાઉન્ડ રેકોર્ડિંગનો અમે આ સિરીઝ બનાવવામાં ઉપયોગ કર્યો છે. આ વેબસરીસની બીજી ખાસિયત એ છે કે તમામ સ્થાનિક ગુજરાતી કલાકારો, કેમેરામેન, લાઇટિંગ મેન, એડિટિંગ મેન સહિતના બધા ક્રૂને લઈને બનાવવામાં આવી છે. ગુજરાતની પ્રતિભાને શ્રેષ્ઠ રીતે બહાર લાવવા માટેનો અને ગુજરાતી ક્ધટેન્ટને વૈશ્ર્વિક લોકો સુધી પહોંચાડવાનો આ અમારો પ્રયાસ સૌને ગમશે એવી અપેક્ષા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular