Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા વિધાનસભામાં જામશે ત્રિ-પાંખિયો જંગ

ખંભાળિયા વિધાનસભામાં જામશે ત્રિ-પાંખિયો જંગ

20 વર્ષ બાદ અને વિક્રમભાઈ વચ્ચે મુળુભાઇ ટક્કર

- Advertisement -

દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક સમગ્ર રાજ્યમાં ઉત્તેજનાસભર બની રહી છે. અહીં ભાજપ – કોંગ્રેસના સક્ષમ આગેવાનો ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સાથે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. કોંગ્રેસ અને ભાજપના નેતા વિક્રમભાઈ માડમ તથા મુળભાઈ બેરા વચ્ચે વીસ વર્ષ બાદ પુન: ચૂંટણી જંગ થશે.

- Advertisement -

આજથી આશરે એક દાયકા પહેલા ખંભાળિયા બેઠક પર વર્તમાન સાંસદ પૂનમબેન માડમે વિધાનસભાની ચૂંટણીમાં 39,000 થી વધુની જંગી લીડ મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો. ત્યારબાદ ખંભાળિયા વિધાનસભાની બેઠક સતત બે ટર્મથી કોંગ્રેસના મેરામણભાઈ ગોરીયા અને ત્યારબાદ વિક્રમભાઈ માડમના ફાળે જાય છે. આ વખતે ભાજપ દ્વારા કોંગ્રેસના વિક્રમભાઈ માડમ સામે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

વર્ષ 2002માં ભાણવડ વિધાનસભા અલગ હતી, ત્યારે આ બેઠક પર વિક્રમભાઈ માડમ અને મુળુભાઈ બેરા વચ્ચે ચૂંટણી ખેલાયો હતો. જેમાં વિક્રમભાઈ માડમને 38,323 મત, જ્યારે મુળુભાઈને 36,462 મત મળતા 1861 ની સરસાઇથી કોંગ્રેસના વિક્રમભાઈ માડમ જીત્યા હતા. ત્યારબાદ વિક્રમભાઈ સાંસદ બનતા 2007ની ચૂંટણીમાં ભાણવડથી મુળુભાઈ બેરા વિજેતા બન્યા હતા અને તેમને મંત્રી પદ મળ્યું હતું.

- Advertisement -

વર્ષ 2002 પછી વધુ એક વખત ભાજપ – કોંગ્રેસના ઉપરોક્ત બંને ઉમેદવારો ખંભાળિયા બેઠકમાં સામસામે ચૂંટણી જંગે આવ્યા છે. આ વચ્ચે અહીં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ સક્ષમ ઉમેદવાર તરીકે હરીફાઈમાં હોય, ખંભાળિયામાં સીધો જ ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાય તે બાબત ચોક્કસ છે. ભાજપ – કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે 20 વર્ષ પછીના આ ચૂંટણી જંગમાં શું પરિણામ આવશે તે બાબતે લોકોની મીટ મંડાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular