જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ચોરાઉ બાઈક સાથે શખ્સને ઝડપી લઈ વધુ પૂછપરછ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી ચોરાઉ બાઈક સાથે શખ્સ પસાર થવાની એએસઆઈ કે.પી. જાડેજા, પો.કો. ખોડુભા જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી જીજે-10-બીકે-7680 નંબરના બાઈક પરથી અજય ઉર્ફેે ટીકુ મુકેશ પરમાર (રહે. ખંઢેરા તા. કાલાવડ) નામના શખ્સને આંતરીને પૂછપરછ કરતા બાઈક ચોરાઉ હોવાનું ખૂલ્યુ હતું. જેના આધારે પોલીસે વધુ તપાસ આરંભી હતી.