પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેંજ અશોકકુમાર યાદવ તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ તથા પ્રજા વચ્ચે સુહાદ પુર્ણ સંબંધો વિકશે તે હેતુથી રમત ગમતના વિવિધ કાર્યક્રમો યોજવા સૂચના કરવામાં આવી હોય જે અનુસંધાને શેઠવડાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જામનગર જિલ્લા પોલીસ તથા શેઠવડાળા પોલીસ સ્ટેશન દ્વારા તા.23-24 ડિસેમ્બર એમ બે દિવસીય ડે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શેઠવડાળા હદ વિસ્તારના 35 ગામડાઓથી મુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 150 જેટલા ખેલાડીઓએ પોતાનું કૌવત બતાવ્યું હતું. તા.24 ના રોજ ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ રમવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન ધ્રોલ સર્કલ પો. ઈન્સ. એમ. બી. ગજ્જર એ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તદઉપરાંત શેઠવડાળા પોલીસ સબ ઈન્સ્પેકટર આર. એલ. ઓડેદરા તથા શેઠવડાળા પોલીસ સ્ટાફ તથા 70 જેટલા એસ.પી.સી.ના બાળકોત તથા શેઠવડાળા સરપંચ ધારાબેન જોશી તથા શેઠવડાળા પો. સ્ટે. વિસ્તારના પ્રજાજનોએ ફાઇનલ મેચનો આનંદ માણ્યો હતો.
આ ટૂર્નામેન્ટના ફાઈનલ મેચમાં આશાપુરા -11 ધ્રાફા તથા શેઠવડાળા પોલીસ -11 કવોલીફાઈલ થઈ હતી. જેમાં ફાઈનલ મેચમાં આશાપુરા 11 ધ્રાફાને હરાવીને પીએસઆઈ આર.એલ. ઓડેદરાની આગેવાની હેઠળ શેઠવડાળા પોલીસ 11 ચેમ્પીયન થઈ હતી અને સર્કલ પીઆઈ એમ.બી. ગજ્જર તથા આમંત્રિત મહેમાનો દ્વારા વિજેતા તથા ઉપવિજેતા ટીમોને તથા મેન ઓફ ધ ટૂર્નામેન્ટ તથા મેન ઓફ ધ મેચની ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.