Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયફૂટપાથ પર બેઠેલા મજૂરો પર કિશોરે કાર ચઢાવી દીધી, 4 મહિલાઓના મોત

ફૂટપાથ પર બેઠેલા મજૂરો પર કિશોરે કાર ચઢાવી દીધી, 4 મહિલાઓના મોત

ગાઢ ધુમ્મસને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત

તેલંગાણાના કરીમનગર ખાતે ધો.9માં અભ્યાસ કરતાં એક કિશોરે ધુમ્મસના કારણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને ગાડી ફૂટપાથ પર ચઢાવી દેતા એક છોકરી સહિત 4 મહિલાઓના મૃત્યુ નીપજ્યા હતા.

- Advertisement -

તેલંગાણાના કરીમનગરમાં ગઈકાલે વહેલી સવારે એક સગીર છોકરો કાર ચલાવી રહ્યો હતો અને તે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે આંખો ચોળતી વખતે કિશોરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી ડિવાઈડર સાથે અથડાતા મજુરોને ટક્કર મારી દીધી હતી. જેમાં 14 વર્ષીય છોકરી સહીત 4 મહિલાઓના મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માત સર્જાયો તે વખતે વિદ્યાર્થી સાથે તેના બે સગીર વયના મિત્રો પણ સાથે હતા. અને બાદમાં ત્રણેય કાર છોડીને ભાગી ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા બાદમાં ત્રણેયને પકડી લેવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, ત્રણેયની ધરપકડ થઇ ગઇ છે. આ ઉપરાંત સગીર દીકરાને ગાડી ચલાવવાની પરવાનગી આપનાર કાર માલિકની પણ ધરપકડ થઇ ગઇ છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રત મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા સમયે જ મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular