દ્વારકા શહેરના ફુલેકા શેરી વિસ્તારમાં ગણેશ વિસર્જન કાર્યક્રમ દરમિયાન અચાનક એક રખડતો સાંઢ 3 ફૂટ ઊંચા ગણેશ મંડપના સ્ટેજ પર ચઢી જતા ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનામાં મંડળના કાર્યકરોએ જીવના જોખમે આગળ વધી શ્રીગણપતિજીની મૂર્તિને સ્થળ પરથી સલામત રીતે હટાવીને બચાવી હતી.
ઘટનાથી મંડળના કાર્યકરો તથા ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. સાથે જ રખડતા સાંઢોની સમસ્યા તથા ગલીમાં આડેધડ થતા વાહન પાર્કિંગ મુદ્દે લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે.
View this post on Instagram


