જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાની રજૂઆતથી જામનગર શહેરમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનશે. જેમાં ફૂટબોલ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, લોન ટેનિશ, બાસ્કેટબોલ, એથ્લેટીક ટ્રેક સહિતની રમતો માટનું કોમ્પ્લેક્ષ તૈયાર થશે. શહેરમાં જુની બ્રુકબોન્ડવાળી જગ્યામાં વિશાળ ડિસ્ટ્રીક સ્પોર્ટસ કોમ્પ્લેકસ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લીલીઝંડી અપાઇ છે. આ માટે આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાત મુર્હુત થશે. જે બની ગયા બાદ જામનગર શહેર જિલ્લાના તમામ રમતવીરો માટે સરકારી માધ્યમથી રમતો માટેનું એક સારુ પ્લેટફોર્મ પુરું પાડી શકાશે.
જામનગર શહેરના રમતવીરો માટેના ખૂબ જ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થયા છે, અને 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા જુની બ્રુકબોન્ડ વાળી 48.000 ચોરસ મીટર જગ્યામાં જામનગર જિલ્લાનું નવું ડિસ્ટ્રીક સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા માટેની આખરે મંજૂરી મળી ગઈ છે, અને આ જગ્યામાં બાસ્કેટબોલ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, લોન ટેનિસ, ફૂટબોલ 400 મીટર નો એથેલીક ટ્રેક સહિતની જુદી જુદી રમતો માટેનો ઇન્ડોર હોલ અને આઉટ ડોર ગેમ્સ સહિતની રમતો માટેનું ડિસ્ટ્રીક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવનાર છે, અને અંદાજે 21 કરોડના ખર્ચે તૈયાર થનારા નવા ડિસ્ટ્રીક સ્પોર્ટ કોમ્પ્લેક્સ નું ટૂંક સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ થશે, તેવા અહેવાલો ધારાસભ્ય રિવાબા જાડેજાના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે.
જામનગર શહેર જિલ્લાના જુદી-જુદી રમતોના ખેલાડીઓ માટે હાલ કોઈ સરકારી મોટું મેદાન છે નહીં, ત્યારે જામનગરના 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સર્વે રમતવીરોના હિતને ધ્યાનમાં રાખીને જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ની બાજુમાં આવેલા ગ્રીન ઝોન માં સમાવેશ એવા બ્રુક બોન્ડ વાળી જગ્યા, કે જે હાલ સરકાર હસ્તક છે, તે જગ્યાપર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા માટે સૌપ્રથમ જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, અને તે અંગેની દરખાસ્ત તૈયાર કરીને ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ કરવામાં આવી હતી.
જે રજૂઆતને આખરે સફળતા મળી છે, અને જામનગર જિલ્લા માટે નવો ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ત્યારે જામનગરના ધારાસભ્યની રજૂઆતને આખરે સફળતા મળી છે, અને જામનગરના રમતવીરો માટે ખૂબ જ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થયા છે.
નવા રેલ્વે સ્ટેશન ની બાજુમાં આવેલી જગ્યા કે જ્યાં નવું ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઊભું કરી શકાય, તે પ્રમાણેની પર્યાત માત્રામાં જગ્યા હોવાની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી છે, અને ઉપરોક્ત સ્થળે ઇન્ડોર બિલ્ડીંગ બનાવવા માટેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ ઇન્દોર રમતો માટે નો હોલ અને બિલ્ડીંગ તેમજ 400 મીટર મીટરની આઠ લેન વાળી એથ્લેટિક ટ્રેક બનશે, ઉપરાંત ફૂટબોલ નું ગ્રાઉન્ડ તૈયાર કરાશે. જ્યારે વોલીબોલ કોર્ટસ બનશે.
સાથોસાથ ખોખો, કબડ્ડી, લોન ટેનિસ, બાસ્કેટબોલ જેવી ઇન્ડોર ગેમ્સ માટેનો પણ નવો હોલ અને બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. જે અંગેની તૈયારીઓ ચાલી રહી છે. સાથો સાથ ખેલાડીઓ માટે પણ કોમ્પ્લેક્સ ની અંદર ટોયલેટ બ્લોક, પાર્કિંગ તેમજ જુદા જુદા એન્ટ્રી એકઝીટ ગેઇટ, સિક્યુરિટી વિભાગ સહિતના તમામ પાસાઓ પણ ચકાસવામાં આવ્યા છે, અને નજીકના ભવિષ્યમાંજ તનું ખાત મુહૂર્ત થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
ધારાસભ્ય રિવાબા જાડેજા ના જણાવાયા અનુસાર ટૂંક સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડિસ્ટ્રીક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નું ખાત મુહૂર્ત થશે, અને અંદાજે 21 કરોડના ખર્ચે સમગ્ર કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે. જે બની ગયા પછી જામનગર શહેર જિલ્લાના તમામ રમત વીરો માટે સરકારી માધ્યમથી એક સારું રમતો માટેનું પ્લેટફોર્મ પૂરું પાડી શકાશે, અને રેલવે સ્ટેશન ની નજીક ગ્રીન ઝોન માં જ આવેલું હોવાથી તેનો પ્રત્યેક રમતવિરોને ખૂબ જ લાભ મળી રહેશે.