Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયપુરઝડપે આવતી BMW કારે ડિવાઈડર કુદી સ્કુટરને અડફેટે લીધું, ભયંકર અક્સ્માતના CCTV

પુરઝડપે આવતી BMW કારે ડિવાઈડર કુદી સ્કુટરને અડફેટે લીધું, ભયંકર અક્સ્માતના CCTV

- Advertisement -

કર્ણાટકના મેંગલોરમાં એક સ્કૂટી પર સવાર એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. એક ઝડપે આવતી BMW કાર ડિવાઈડર કૂદીને સ્કુટર પર સવાર મહિલાને ઠોકર મારી હતી. BMW કારે સ્કૂટરને ઠોકર માર્યા બાદ મહિલા ફંગોળાઈ હતી અને બાદમાં અન્ય એક કારને પણ ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ભયંકર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

- Advertisement -

આ ઘટના મેંગલોરના બલ્લાલબાગ ચાર રસ્તાએ 9મીના રોજ બપોરે 1.20ની છે. સીસીતીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી બેકાબૂ BMW કાર પોતાની લેનમાંથી ડિવાઈડર કુદી ઓપોઝિટ રસ્તામાં ઘૂસી જાય છે અને સીધી સ્કૂટી પર સવાર મહિલાને ઝપેટમાં લઈ લે છે. કારની ટક્કરથી મહિલા જમીન પર પડી જતા ઈજાગ્રસ્ત થઇ હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular