Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 23 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 સુધી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખાથી ઉપડશે, તે જ દિવસે 14.40 કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે સવારે 10.20 કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે.

- Advertisement -

તેવી જ રીતે ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સ્પેશિયલ 24 એપ્રિલ 2024 થી 26 જૂન 2024 દરમિયાન દર બુધવારે બપોરે 13.20 કલાકે દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09.00 કલાકે રાજકોટ અને બપોરે 13.50 કલાકે ઓખા પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર. અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.

- Advertisement -

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09523 નું બુકિંગ 19 એપ્રિલ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular