મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ 11 જાન્યુઆરી 2022 થી 22 ફેબ્રુઆરી 2022 સુધી ઓખા થી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે બે મહિના માટે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
અભિનવ જેફ, સિનીયર ડીસીએમ, રાજકોટ ડીવીઝનના જણાવ્યા અનુસાર, ટ્રેન નં.09523 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ દર મંગળવારે સવારે 10 વાગ્યે ઓખાથી ઉપડશે. તે જ દિવસે બપોરે 14:45 વાગ્યે રાજકોટ આવશે અને બીજા દિવસે સવારે 10:10 વાગ્યે દિલહી સરાય રોહિલ્લા પહોંચશે. આ ટે્રન 11 જાન્યુઆરી થી 22 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે.
એ જ રીતે ટ્રેન નં.09524 દિલ્હી સરાય-રોહિલ્લા – ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લા થી દર બુધવારે બપોરે 13:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 9 કલાકે રાજકોટ અને બપોરે 13:50 કલાકે ઓખા પહોંચશે. આ ટે્રન 12 જાન્યુઆરી થી 23 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે. આ ટ્રેનો બન્ને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ જ., સુરેન્દ્રનગર, વિરમગામ જં, મહેસાણા જં., ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર જં., આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર, જયપુર, બાંદિકુઈ, અલવર અને રેવાડી સ્ટેશન પર સ્ટોપ કરશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસ 3 ટાયર, સ્લીપર કલાસ અને સેક્ધડ કલાસ સીટીંગના કોચ હશે.
ટે્રન નં.09523 માટે બુકીંગ 2 જાન્યુઆરી 2022 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેન તરીકે ભાડા પર દોડશે.
સ્ટોપેજ, ઓપરેટીંગ સમય, રચના, આવર્તન અને ટ્રેન ના સંચાલનના દિવસો સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquriy.indianrail.gov.in ની મુલાકાત લઇ શકે છે.